Important Information for Participants



  • Maximum 8 Students and 2 teachers per school would be provided accommodation and Travelling Allowance by IPR, however category wise student eligible for TA + accommodation is as follows.
        • Quiz                       :  2 students per school
        • Eloquence            :  One student per language per School
        • Model                    : 2 students per model
        • Skit                        :  4 students per school
        • Teacher                :  Maximum 2 per school
        • Total 8 no of students and 2 teachers with all competitions are eligible for TA + Accommodation + Food. Rest of all the participants, if any have to bear the cost by themselves.

  • Participating student—standard information:

      • Quiz: Open to students from classes VIII to XII
      • Eloquence: Open to students from classes VIII to XII
      • Model : Open to students from classes VIII to XII
      • Skit : Open to students from classes VIII to XII
      • Essay : Open to students from classes VIII to XII
      • Poster : Open to students from classes VIII to XII

  • Travel allowance will be given only to outstation participants (schools outside Gandhinagar/Ahmedabad city limits). The allowance will be paid as per state government rates (ST bus fare) on submission of relevant documents /tickets. In case of candidates traveling via other means, the reimbursement can be as per permitted rate (ST bus fare) only on production of appropriate documentation. IPR’s account officers’ decision shall be final and binding. Note: It is advisable that IPR is informed in advance and permission taken in case other options of transport to be used.
  All the registration MUST be received from the school ONLY. Only schools from Gujarat and UT           (Diu, Daman and Dadra nagar Haveli) can apply.

  • Basic accommodation (shared room or dormitory) will be provided to registered outstation school participants. The accommodation facility is limited and needs reservation on first come first serve basis. Schools need to mention the name of accompanied students + teachers and the information must be communicated to the coordinator, NSD committee on or before 15th January 2019.  No extension will be given for any competitions.

  • Transportation between IPR campus and allotted accommodation place will be provided only in morning and evening (only one service).

  • Tea, Breakfast /snacks and Lunch will be provided by IPR to all participants (local + outstation school) at free of cost. Maximum participants per school cannot be more than 8 students + 2 teachers. Visitors and extra accompanying members to participants can use IPR canteen (which will be paid service).  Coupons will be issued to participants / teachers which you have to submit to the catering person. If you forget the coupons at accommodation or with other teachers, you have to buy the food. No extra coupons will be provided.

  • All the winners will be announced after the respective competitions, and the prizes will be given at the concluding session ONLY. The session will be on 3rd February 2019  afternoon. IPR do not take responsibility to send them by post in case of school/student absent during concluding ceremony. The prizes and certificates have to be collected by school from IPR.

  • Important Dates for sending Entries

            Project/Model        : 10th Jan
            Quiz                        : 10th Jan
            Skit competiti on        : 10th Jan
            Eloquence                : 10th Jan
            Essay submission        : 10th Jan
            Poster submission        : 10th Jan
            Result for Essay / Poster : 28th Jan 2019


Communication Address

For Poster and Essay submission + other:
The Coordinator,
National Science Day 2019
Institute for Plasma Research
Bhat, Near Indira Bridge, Gandhinagar 382 428

For any Query:
Phone:        079-23962000, (9:30 to 17:00, Monday to Friday)
Email:        scienceday@ipr.res.in


મહત્વની જાણકારી

1) IPR તરફથી શાળા દીઠ મહત્તમ ૮ વિદ્યાર્થીઓ તેમજ ૨ શિક્ષકોને જ મુસાફરી ભથ્થું (ટિકિટ ભાડું) અને રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે. કેટેગરી પ્રમાણે મહત્તમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા નીચે સૂચવેલ મુજબ રહેશે.
     મોડેલ : ૨ વિદ્યાર્થી પ્રતિ મોડેલ/પ્રોજેક્ટ
     વક્તૃત્વ સ્પર્ધા: ૧ વિદ્યાર્થી પ્રતિ ભાષા
     ક્વિઝ : ૨ વિદ્યાર્થી  
     સ્કીટ : ૪ વિદ્યાર્થી
     શિક્ષકો : ૨

2) સહભાગી વિદ્યાર્થી-ધોરણ માહિતી:
વિજ્ઞાન પ્રદર્શન : ધોરણ  ૮, ૯, ૧૦, ૧૧ અને ૧ર ના વિદ્યાર્થીઓ  ભાગ લઇ શકશે
લઘુ-નાટ્ય (SKIT) સ્પર્ધા : ધોરણ  ૮, ૯, ૧૦, ૧૧ અને ૧ર ના વિદ્યાર્થીઓ  ભાગ લઇ શકશે.
વિજ્ઞાન ક્વિઝ: ધોરણ  ૮, ૯, ૧૦, ૧૧ અને ૧ર ના વિદ્યાર્થીઓ  ભાગ લઇ શકશે.
વક્તૃત્વ સ્પર્ધા: ધોરણ  ૮, ૯, ૧૦, ૧૧ અને ૧ર ના વિદ્યાર્થીઓ  ભાગ લઇ શકશે.
નિબંધ લેખન સ્પર્ધા:  ધોરણ  ૮, ૯, ૧૦, ૧૧ અને ૧ર ના વિદ્યાર્થીઓ  ભાગ લઇ શકશે.
પોસ્ટર પેઈન્ટીંગ સ્પર્ધા: ધોરણ  ૮, ૯, ૧૦, ૧૧ અને ૧ર ના વિદ્યાર્થીઓ  ભાગ લઇ શકશે.

3) મુસાફરી ભથ્થું (ટિકિટ ભાડું) બહારગામના વિદ્યાર્થીઓ/શિક્ષકો (ગાંધીનગર/અમદાવાદ શહેરની બહારના શાળાઓ) માટે આપવામાં આવશે. મુસાફરી ભથ્થું સંબંધિત પુરાવા/ટિકિટની રજૂઆતના આધારે રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત દર (એસટી બસ ભાડું) મુજબ ચૂકવવામાં આવશે. અન્ય વિકલ્પ મારફતે મુસાફરી કરેલ ઉમેદવારોને યોગ્ય પુરાવા/માન્ય લિખિત પ્રમાણના આધારે મુસાફરી ભાડું ચુકવવામાં આવશે અને આ ચુકવણું કોઈ પણ સંજોગોમાં માન્ય નિર્ધારિત દર થી વધારે આપવામાં નહીં આવે. નાણાકીય બાબતોમાં IPR એકાઉન્ટ અધિકારીઓનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે. (નોંધ : ઇચ્છનીય છે કે ST બસ સિવાય અન્ય વિકલ્પ દ્વારા મુસાફરી કરતા અગાઉથી IPRને જાણ કરી મંજૂરી લેવી)

4) બહારગામના શાળાના વિદ્યાર્થીઓ/શિક્ષકો માટે આવશ્યક/ સાધારણ ભૌતિક સુવિધાઓ વાળી રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે. રહેવાની સુવિધા મર્યાદિત છે અને શાળાઓને આ માટે નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી માટે  વિદ્યાર્થી/વિદ્યાર્થીની ના નામ + શિક્ષકોની માહિતી સંયોજક, NSD સમિતિને 15 જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં જાણ કરવા વિનંતી છે.

5) બહારગામથી આવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જે ૧ લી ફેબ્રુઆરી ના રોજ પોતાનું મોડેલ IPR માં સ્થાપિત કરવા માંગતા હોય તેમણે પોતાની રીતે IPR માં પહોંચી જવાનું રહેશે. ૧ લી ફેબ્રુઆરી ના રોજ IPR  થી ઉતારા પર જવા માટે રાત્રે ૮:૦૦ વાગ્યે બસ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ​નોંધનીય છે કે ૬:૦૦ વાગ્યા પછી IPR માં પ્રવેશ શક્ય નથી.

6) કવીઝ, વક્તૃત્વ સ્પર્ધા, લઘુ-નાટ્ય (SKIT) અને નમૂના(મોડેલ)માં ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓ (લોકલ + બહારગામ) માટે IPR દ્વારા વિનામૂલ્યે ચા, નાસ્તો અને બપોરના જમવાના ની વ્યવસ્થા કરવામાં આવશે. અગાઉથી નોંધણી કરેલ માહિતી મુજબ શાળા દીઠ મહત્તમ ૨ શિક્ષકો અને ૮ વિદ્યાર્થીઓ માટે જ આ વ્યવસ્થા માન્ય રહેશે. શાળા તરફથી આવેલ અન્ય શિક્ષકગણ, અભિભાવક કે વિદ્યાર્થીઓ સ્વખર્ચે IPR કેન્ટીન નો ઉપયોગ કરી શકે છે.

7) IPR કેમ્પસ અને પ્રતિસ્પર્ધીઓને ફાળવવામાં આવેલા આવાસ સ્થળ વચ્ચે પરિવહન માત્ર સવારે અને સાંજે જ પૂરી પાડવામાં આવશે.

  8) સંબંધિત સ્પર્ધાઓ પછી વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે, અને ઇનામ તેમજ પ્રમાણપત્ર વિતરણ  ૩ જી ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ સમાપન સમારોહ દરમિયાન કરવામાં આવશે. ઇનામ વિતરણ સમારોહ દ્વારા ગેરહાજર રહેલ વિદ્યાર્થી કે શાળાએ પ્રમાણપત્ર/ઇનામ પોતાની વ્યવસ્થાએ IPRથી મેળવી લેવા. IPR પ્રમાણપત્ર કે ઇનામ જે તે શાળાને પહોંચતા કરવા માટે બાધ્ય નથી.

9) મહત્વની અંતિમ તારીખો:

પ્રોજેક્ટ/મોડેલ નોંધણી માટે        ૧૦ જાન્યુઆરી
કવીઝ માટેની નોંધણી માટે -        ૧૦ જાન્યુઆરી
વક્તૃત્વ સ્પર્ધા માટે નોંધણી -        ૧૦ જાન્યુઆરી
નિબંધ પહોંચાડવા માટે-                ૧૦ જાન્યુઆરી
પોસ્ટર પહોંચાડવા માટે -        ૧૦ જાન્યુઆરી
સ્કીટની નોંધણી માટે        -        ૧૦ જાન્યુઆરી
નિબંધ/પોસ્ટરના પરિણામો        ૨૮ જાન્યુઆરી ૨૦૧૯

10) NSD વિશેની માહિતી ની વેબસાઇટ http://www.ipr.res.in/documents/nsd.html પર સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવશે. તમામ શાળાઓ/પ્રતિભાગી વિદ્યાર્થીઓ/મુલાકાતીઓને નવીનતમ અને વિસ્તૃત માહિતી માટે વેબસાઇટ ની મુલાકાત લેવા વિનંતી છે.

સંદેશાવ્યવહાર માટે સરનામા:
  પોસ્ટર અને નિબંધ મોકલવા માટે:
સંયોજક (coordinator),
નેશનલ સાયન્સ ડે ૨૦૧૯ , ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ,
ભાટ, ઈન્દિરા બ્રિજ નજીક, ગાંધીનગર ૩૮૨ ૪૨૮

  અન્ય કોઈ પણ પૂછપરછ/માહિતી માટે:
ફોન:                ૦૭૯-૨૩૯૬૨૦૦૦, (૯:૩૦ થી ૧૭:૦૦, સોમવારથી શુક્રવાર)
ઇમેઇલ:                scienceday@ipr.res.in