Important Information for Participants
1.     Accommodation
    • Please send us your Bus name, and arrival time by 3rd January. This is necessary for arrangement of transportation and arrangement of person of receive the school.
    • Accommodation arrangement is done only for the number of person communicated to school. We do not have any extra place to accommodate extra person. In any unavoidable situation extra accommodation is required, please communicate in advance and get confirmation from NSD committee. This is necessary for your convenience. Pl. mention your School number in any communication.
    • The accommodation will be on sharing basis (multiple person in single room). There will be provision for hot water in morning (for bathroom use).
    • The accommodation place has canteen facility at nominal charge of Rs.50 for Dinner.
    • Please bring a BEDSHEET (cover sheet) to use with Blanket. Blanket will be provided by accommodation place but for your convenience, it is advised to bring a bedsheet.
    • Please do not forget to bring Toothpaste, toothbrush, Bath soap etc.
    • Accommodation check-in is possible on 6th Dec up to 7 o’clock. Please reach IPR before 6 o’clock on Friday (6th January). If arriving at IPR after 5:30, it will be difficult to manage the accommodation arrangements.  
    • If arriving later than 5:00 pm (6th January), then make a phone call to NSD accomodation in charge to confirm their availability to receive the school. Phone numbers of accommodation in-charge will be communicated to school.

2.     Transportation
    • IPR will provide shuttle bus service from RTO circle, BRTS bus stop, Ahmedabad to IPR campus. The last bus will be available at 5:00 pm from RTO circle.
    • There are BRTS bus available from ISCON and ST bus stand to reach RTO circle.
    • There will be no shuttle bus service in early morning on 7th January.
    • Please send us your travel plan, bus name, or expected arrival time. This is very important to arrange if any extra arrangement to be done for your reception.
    • If arriving later than 5:00 pm (6th January), then make a phone call to NSD transport in-charge to confirm their availability to receive the school. Phone numbers of transport and accommodation in charge will be communicated to school.
    • Heavy vehicles are not permitted in certain areas of Ahmedabad. Please collect information to avoid inconvenience.

3.     Travelling Allowance
    •    The travelling allowance will be paid to schools which are outside Ahmedabad and Gandhinagar city area.
    • The payment of travelling allowance will be done to single account ( /single person) per school by direct Bank account deposit. There will not be any CASH given to any School on 7th or 8th. 
    • Please fill the TA form and submit the form along with tickets to IPR on 7th January. The reimbursement may take approximate 3 weeks. The reimbursement money will be deposited to Bank Account given in TA form. The TA form can be downloaded from NSD website or can be collected from reception during Registration (on 6th or 7th). 
    • The School (/representative teacher) must provide one of following along with TA form. 
    1. Cancelled Cheque or 
    2. Passbook first page or
    3. Account statement having name of account holder and account number there in. 
    • The allowance rate is ST bus fare with shortest distance up to Ahmedabad/Gandhinagar irrespective of mode of transport chosen by school. In case of traveling by railways, IPR will reimburse the fare as under permissible standard rules. 
    • Those who travel by private Bus services needs to submit the tickets of buses however the reimbursement will be as per allowed ST bus fare.
    • School can claim TA only for the participating candidates (max 8 student / 2 teachers) which are confirmed in Email.
    • Please take advance permission or inform IPR if travelling has to be done in private vehicle.
    • In any discrepancy, decision of Account officer of IPR shall be binding to all.


4.     Registration and Food
    • Every school has been allotted a School Registration Number. For reporting on site, registration, queries or any other communication, please use the School number along with school name.
    • Participants are requested to arrive on 6th January and complete the registration process, install their model and collect the food coupons. The timing to make registration and collect food coupon on 6th January are 3:00 pm to 6:00 pm.
    • Participants arriving on 7th Morning must report to IPR registration desk at 8:00 AM. The food coupons, allotment of stalls for model etc is not possible without registration. For convenience of school students and teachers, it is advised to arrive at mentioned time.
    • IPR will provide Breakfast + Tea, Lunch and evening Snacks + tea to all participants of NSD-2017 (as per norms listed on website) at free of cost. Schools will be provided FREE food coupons during registration.
    • Please note that if any one arriving in morning of 7th, there is no facility at IPR for bathroom etc for changing clothes or taking bath etc and hence it is advised to arrive on 6th January (Friday) for comfort of participants/students.
    • Dinner cost has to be paid by School. This year accommodation place chosen at such a location that there are restaurants nearby. Accommodation place also has canteen facility can serve Food at nominal charge.  Schools may use either the facility from accommodation place or private restaurants.  
    • Please inform your arrival time (travel plan) by 3rd January. Send us your school number, bus timing and arrival time. This is necessary for arrangement of transportation from Ahmedabad to IPR and for accommodation. You can send email or send WhatsApp message with your School number.

5.     Duty Certificate for Teacher
  • Duty certificate can be provided to participating teachers by IPR. Teacher or School are requested to inform IPR (if possible then in advance).

Please visit Website regularly to check latest information related to NSD2017 : http://www.ipr.res.in/scienceday2017/index.html


General Rules and Regulation for Quiz

Important Information for Participants:

1.      રહેઠાણની વ્યવસ્થા  / ઉતારા સંબંધી માહિતી (Accomodation)
    • તમારી યાત્રા-પ્રવાસની માહિતી કે આગમનનો સમય NSD ટીમને 3 જાન્યુઆરી સુધીમાં જણાવી દેવા વિનંતી કરવામાં આવે છે. આ માહિતી અનુસાર જ અમે આપના આગમન સમયે આપને મદદરૂપ થવા માટે અમારા સ્ટાફની હાજરીનું આયોજન કરી શકીશુ.. માહિતી આપતી વખતે આપની શાળા નમ્બર જણાવવો જરૂરી છે.
    • રહેવાની વ્યવસ્થા ફક્ત ઇ-મેઇલથી જાણ કરવામાં આવેલ છે એટલા જ લોકો માટે કરવામાં આવી છે  અમારી પાસે વધુ લોકોના સમાવેશનું આયોજન કે વ્યવવસ્થા નથી. કોઈ અનિવાર્ય સંજોગોમાં કે કોઈ અન્ય કારણોસર વધારાના લોકોને રહેવાની વ્યવસ્થાની જરુર હોય તો એ માટે અગાઉથી અમને જાણ કરવી જરૂરી છે અને NSD ટીમ તરફથી માહિતી મેળવી લેવી. આ આપની અસુવિધા ટાળવા માટે ઇચ્છનીય છે.
    • રહેવાની વ્યવસ્થામાં એક રૂમમાં સહિયારા એક થી વધારે લોકોને રહેવાનું આપવામાં આવશે અને એ સાથે આવશ્યક/ સાધારણ ભૌતિક સુવિધાઓની વ્યવસ્થા હશે. ન્હાવા માટે સવારમાં ગરમ પાણીની વ્યવસ્થા હશે.
    • ઓઢવાનું ઉતારાની જગ્યાએ આપવામાં આવશે પરંતુ ધાબળાની નીચે રાખવા માટેની ચાદર સૌએ પોતાની સાથે લાવે એ ઇચ્છનીય છે. દૈનિક જરૂરિયાતની વસ્તુઓ જેમ કે ટુથબ્રશ, પેસ્ટ, સાબુ, ટુવાલ વગેરે સૌએ પોતપોતાની સાથે લાવવું.
    • રહેઠાણની જગ્યાએ કેન્ટીનની સુવિધા છે, અને આ સિવાય આજુ-બાજુ ના વિસ્તારમાં પ્રાઇવેટ રેસ્ટોરન્ટ પણ આવેલ છે.
    • રહેવાની વ્યવસ્થા કરેલ હોસ્ટેલમાં પ્રવેશ 6 તારીખના રોજ સાંજના 7 વાગ્યા સુધીમાં મેળવી લો એ ઇચ્છનીય છે. આ માટે IPR મોડામાં મોડું 6 વાગ્યે પહોંચવું જરૂરી છે. 5:30 વાગ્યા પછી IPR પહોંચવાથી રહેવાની અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ગોઠવવામાં અવગડતાનો સામનો કરવો પડી શકે છે.
    • જો આપના પ્રવાસ પ્લાનિંગ મુજબ 6 તારીખના રોજ આપ 5 વાગ્યા પછી અમદાવાદ પહોંચવાના હોય તો એવા સંજોગોમાં NSD ના ટ્રાન્સપોર્ટ + એકોમોડેશન ઇન્ચાર્જને જાણ કરી, યોગ્ય માહિતી મેળવી લેવી અને એ મુજબ એક બીજા સાથે સંપર્ક કરી લેવો.  રહેઠાણની વ્યવસ્થા કરનાર ઇન્ચાર્જ વ્યક્તિનો ફોન નમ્બર આપને 3જી જાન્યુઆરી સુધીમાં આપવામાં આવશે. અથવા તો 3 તારીખના રોજ 9879505121 પર whatsApp કરવાથી મળી શકે છે.
    • આપને આપની શાળા નોંધણીના પુષ્ટિકરણ ના  ઇ-મેઇલ ની કોપી સાથે રાખવી ઇચ્છનીય છે.
2.     ટ્રાન્સપોર્ટ (Trasnportation) 
    • 6 તારીખના રોજ આવનાર લોકો માટે IPR તરફથી અમદાવાદ થી IPR ખાતે પહોંચવા માટે મફત શટલ બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ શટલ બસ RTO સર્કલ, BRTS બસ સ્ટોપ પાસેથી મળશે અને છેલ્લી બસ સાંજે 5 વાગ્યાની રહેશે.
    • RTO સર્કલ પહોંચવા માટે ઇસ્કોન તેમજ સેન્ટ્રલ ST બસ સ્ટેશન થી BRTS સીટી બસ મળે છે.
    • તમારા યાત્રા પ્રવાસની માહિતી અમને અગાઉથી જાણ કરવાથી, જો કોઈ વધારાની વ્યવસ્થા કરવાની હોય તો  અમો કરી શકીયે જેથી આપને અગવડતા થતી અટકાવી શકાય.
    • અમદાવાદના અમુક વિસ્તારમાં ભારે વાહનો માટે પ્રતિબંધ હોવાથી જો કોઈ શાળા એ પ્રકારના વાહનનો ઉપયોગ કરવાની હોય તો એની પૂરતી માહિતી તેમજ મજૂરી લેવી જરૂરી છે.
3.     ટિકિટ ભથ્થું
    • તમામ વ્યક્તિ/વિદ્યાર્થીઓનું  ટિકિટ ભથ્થું શાળા દીઠ ફક્ત એક વ્યક્તિને સીધા બેંકના ખાતામાં ચુકવણું કરવામાં આવશે.  ટિકિટ/મુસાફરી ભથ્થું ગાંધીનગર / અમદાવાદ બહારની શાળાઓને જ મળવાપાત્ર છે.
    • ભથ્થું સરકારી ધારા ધોરણ મુજબ જે તે શાળાના સ્થાનથી અમદાવાદ-ગાંધીનગર સુધીનું ST બસ ભાડા મુજબ રહેશે જેની નોંધ લેવા વિનંતી છે.
    • તારીખ 7-8 ના રોજ ઉપયુક્ત પુરાવા કે ટિકિટ સાથે TA ફોર્મ ભરી IPR માં અચૂક જમા કરાવવું અને જો આપની યાત્રા પ્રાઇવેટ વાહન કે અન્ય માધ્યમથી હોય તો એની NSD કમિટીને અગાઉથી  જાણ કરી મંજૂરી મેળવી લેવા જણાવવામાં આવે છે.
    • કોઈ પણ સન્જોગોમાં IPR એકાઉન્ટ ઓફિસરનો નિર્ણય સૌને માન્ય અને બંધકર્તા રહેશે, એની ખાસ નોંધ લેવી
4.      રજીસ્ટ્રેશન અને અન્ય માહિતી
    • દરેક શાળાને તેનો રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવેલ છે. IPR ખાતે આવો ત્યારે રજીસ્ટ્રેશન માટે, કે કોઈ રહેવાની વ્યવસ્થા ને લગતા પ્રશ્નોના નિવારણ કે અન્ય કોઈ માહિતી માટે શાળાના નામ સાથે આ નંબરનો ઉપયોગ કરવો જરૂરી છે.
    • રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ 6 ના રોજ 3:00 વાગ્યા થી 6:00 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. રજીસ્ટ્રેશન પ્રકિયા દરમ્યાન વિજ્ઞાન પ્રદર્શની માટે સ્ટોલની ફાળવણી તેમજ ફૂડ કુપન(ભોજન  પાસ)નું વિતરણ કરવામાં આવશે. 6 તારીખના રજીસ્ટ્રેશન કરાવી શાળા વહેલાસર પોતાને ફાળવેલ સ્ટોલ પર મોડલની ગોઠવણી કરી લેવી જેથી સંભવિત અગવડતા ટાળી શકાય. શાળાને આ માટે સહકાર આપવા વિનંતી છે.
    • 7 તારીખના રોજ આવનાર શાળાના પ્રતિનિધિ તેમજ વિદ્યાર્થીઓ એ સવારમાં 8:00 વાગ્યે રજીસ્ટ્રેશન માટે હાજરી આપવી જરૂરી છે. નોંધનીય છે કે રજીસ્ટ્રેશન વખતે જ  ફૂડ કુપન(ભોજન  પાસ)નું વિતરણ, વિજ્ઞાન પ્રદર્શની માટે સ્ટોલની ફાળવણી અને કિવઝ તેમજ અન્ય પ્રતિયોગિતા માટેની માહિતી આપવામાં આવે છે.
    • NSD-2017 માટે નોંધણી થયેલ પ્રતિનિધિ તેમજ વિદ્યાર્થીઓ માટે IPR તરફથી સવાર-સાંજ ચા, નાસ્તો અને બપોરના જમવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે અને જે તે શાળાના વિદ્યાર્થીઓ ફૂડ કુપન(ભોજન  પાસ)ના ઉપયોગથી વિનામૂલ્યે એનો લાભ લઇ શકે છે.
    • નોંધનીય છે કે જે લોકો 7 તારીખના સવારે આવનાર છે એમના માટે અમદાવાદ થી IPR સુધી  પહોંચવા માટે કોઈ પરિવહનની વ્યવસ્થા IPR દ્વારા કરવામાં આવેલ નથી. IPR માં બાથરૂમ વગેરેની વ્યવસ્થા ન હોઈ, સવારમાં નાહવા/હાથપગ ધોવા માટે કે કપડાં વગેરે બદલવા માટે થનાર અગવડતા ધ્યાનમાં રાખવી  અને એનો  યોગ્ય ઉપાય શાળા તરફથી કરવો રહેશે.
    • રાત્રી ભોજનની વ્યવસ્થા  IPR તરફથી કરવામાં આવેલ નથી, પરંતુ જ્યાં ઉતારો/રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં નજીકમાં રેસ્ટોરન્ટની સુવિધા છે અને BOYS માટેની હોસ્ટેલમાં અંદાજિત 50 રૂપિયા ખર્ચે વ્યવસ્થા શક્ય છે. શાળા રાત્રી ભોજન માટે પોતાની રીતે યોગ્ય વ્યવસ્થા કરી શકે છે.
    • તમારી યાત્રા-પ્રવાસની માહિતી અને આગમનનો સમય અમને 3 જાન્યુઆરી સુધીમાં જણાવી દેવા વિનંતી કરવામાં આવે છે, જેમા યાત્રા કરવાના હોય એ બસ નું નામ, કે બસનો સમય અથવા જે તે અન્ય વ્યવસ્થા હોય તે. આ માહિતી તમારા માટે અમદાવાદથી IPR પહોંચવા માટે તેમજ તમારા રહેવાની સગવડના   આયોજન માટે જરૂરી છે. તમે આ જાણકારી ઇમેઇલ કે whatsapp થી મોકલી શકો છો. Whatsapp Number – 9879505121
    • આપને IPR  દ્વારા મોકલેવેલ શાળા નોંધણીના પુષ્ટિકરણના ઈ-મેઈલની કોપી સાથે રાખવી ઇચ્છનીય છે

Please visit Website regularly to check latest information related to NSD2017 : http://www.ipr.res.in/scienceday2017/index.html
Important Information for Participants:
Attention Please : Topic for Eloquence Contest changed to
“Science and Technology for Specially Abled Persons”
" દિવ્યાંગો માટે વિજ્ઞાન અને તકનીકનો ફાળો "

  1. Maximum 8 Students and 2 teachers per school would be provided accommodation and Travelling Allowance by IPR, however category wise student eligible for TA + accommodation is as follows.
      • Quiz                 :  2 students /school
      • Eloquence         :  One student / language / School
      • Model               :  2 students/ model
      • Teacher            :  Maximum 2/school
      • Skit                  :  4 students /school
  1. Travel allowance will be given only to outstation participants (schools outside Gandhinagar/Ahmedabad city limits). The allowance will be paid as per state government rates (ST bus fare) on submission of relevant documents /tickets. In case of candidates traveling via other means, the reimbursement can be as per permitted rate (ST bus fare) only on production of appropriate documentation. The decision of account officers of IPR shall be final and binding. Note: It is advisable that IPR is informed in advance and permission taken in case other options of transport to be used. For outstation participants, IPR will provide bus service to carry their model to IPR site from RTO circle, BRTS bus stop, Ahmedabad via a shuttle bus service. The last bus will be available at 5:00 pm from RTO circle.IPR will not provide any transportation service reach IPR campus to any participants arriving after 5:00 pm on 6th January. Entry to IPR campus is not possible after 6 o’clock evening. It would be not feasible to provide accommodation for the day to the participant reaching IPR after 6 o’ clock evening. 

  1. Basic accommodation (shared room or dormitory) will be provided to registered outstation school participants. The accommodation facility is limited and needs reservation on first come first serve basis. Schools need to mention the name of accompanied students + teachers and the information must communicated to coordinator, NSD committee on or before 10th December 2016.

  1. Transportation between IPR campus and allotted accommodation place will be provided only in morning and evening (only one service).
  2. Tea, Breakfast /snacks and Lunch will be provided by IPR to all the participants (local + outstation school) at free of cost. Maximum participants per school cannot be more than 8 students + 2 teachers. The Visitors and extra accompanying members to participants can use IPR canteen (which will be paid service). 

  1. All the winners will be announced after the respective competitions, and the prizes will be given at the concluding session only. The session will be on 8th January 2017 afternoon. IPR do not take responsibility to send them by post in case of school/student absent during concluding ceremony. The prizes and certificates have to be collected by school from IPR.

  1. Important Dates for sending Entries / Result declaration

      • Project/Model (Details)     : 10th Dec
      • Quiz (Details)                  : 10th Dec
      • Skit competition (Details)  : 19th Dec
      • Eloquence (Details)          : 10th Dec
      • Essay submission (Details) : 19th Dec
      • Poster submission (Details) : 19th Dec
      • Result for Essay / Poster   : 2nd Jan 2017


Communication Address

For Poster and Essay submission + other:
  • The Coordinator,
  • National Science Day 2017
  • Institute for Plasma Research
  • Bhat, Near Indira Bridge, Gandhinagar 382 428

For any Query:
  • Phone    :       079-23962000, (9:30 to 17:00, Monday to Friday)
  • Email      :         scienceday@ipr.res.in
  • Mobile    :       9879505121                    

  મહત્વની જાણકારી :
  1. IPR તરફથી શાળા દીઠ મહત્તમ ૮ વિદ્યાર્થીઓ તેમજ ૨ શિક્ષકોને જ મુસાફરી ભથ્થું (ટિકિટ ભાડું) અને રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે. કેટેગરી પ્રમાણે મહત્તમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા નીચે સૂચવેલ મુજબ રહેશે.
      • મોડેલ               : ૨ વિદ્યાર્થી પ્રતિ મોડેલ/પ્રોજેક્ટ
      • વક્તૃત્વ સ્પર્ધા      : ૧ વિદ્યાર્થી પ્રતિ ભાષા
      • ક્વિઝ              : ૨ વિદ્યાર્થી 
      • સ્કીટ              : ૪ વિદ્યાર્થી
      • શિક્ષકો             : ૨

  1. મુસાફરી ભથ્થું (ટિકિટ ભાડું) બહારગામના વિદ્યાર્થીઓ/શિક્ષકો (ગાંધીનગર/અમદાવાદ શહેરની બહારના શાળાઓ) માટે આપવામાં આવશે. મુસાફરી ભથ્થું સંબંધિત પુરાવા/ટિકિટની રજૂઆતના આધારે રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત દર (એસટી બસ ભાડું) મુજબ ચૂકવવામાં આવશે. અન્ય વિકલ્પ મારફતે મુસાફરી કરેલ ઉમેદવારોને યોગ્ય પુરાવા/માન્ય લિખિત પ્રમાણના આધારે મુસાફરી ભાડું ચુકવવામાં આવશે અને આ ચુકવણું કોઈ પણ સંજોગોમાં માન્ય નિર્ધારિત દર થી વધારે આપવામાં નહીં આવે. નાણાકીય બાબતોમાં IPR એકાઉન્ટ અધિકારીઓનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે. (નોંધ : ઇચ્છનીય છે કે ST બસ સિવાય અન્ય વિકલ્પ દ્વારા મુસાફરી કરતા અગાઉથી IPRને જાણ કરી મંજૂરી લેવી)

  1. બહારગામના શાળાના વિદ્યાર્થીઓ/શિક્ષકો માટે આવશ્યક/ સાધારણ ભૌતિક સુવિધાઓ વાળી રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે. રહેવાની સુવિધા મર્યાદિત છે અને શાળાઓને આ માટે નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી માટે  વિદ્યાર્થી/વિદ્યાર્થીની ના નામ + શિક્ષકોની માહિતી સંયોજક, NSD સમિતિને ૧૦-ડિસેમ્બર-૨૦૧૬સુધીમાં જાણ કરવા વિનંતી છે.

  1. ૬-જાન્યુઆરીના રોજ બહારગામથી આવનાર વિદ્યાર્થીઓ/શિક્ષકોને અમદાવાદથી IPR આવવા માટે IPR શટલ બસ સેવાની વ્યવસ્થા રહેશે. આ બસ આરટીઓ સર્કલ, બીઆરટીએસ બસ સ્ટોપ, અમદાવાદથી IPR કાર્યરત રહેશે.  છેલ્લી બસ આરટીઓ સર્કલથી ૫:૦૦ PM ની રહેશે. આ સેવા મુખ્યત્વે મોડેલ/પ્રોજેક્ટના વિદ્યાર્થીઓ માટે છે. IPR ૬_જાન્યુઆરીના દિવસે ૫:૦૦ PM પછી કોઈપણ પરિવહનની સવલત આપી શકશે નહીં અને જે તે શાળાએ પોતાની રીતે IPR ખાતે પહોંચવાનું રહેશે. ૬:૦૦PM પછી IPR પહોંચેલા લોકો માટે IPR કેમ્પસમાં પ્રવેશ તથા એ દિવસ માટે રહેવાની વ્યવસ્થા આપી શકશે નહિ. 

  1. ચા, નાસ્તો અને બપોરના જમવાનું વિનામૂલ્યે કવીઝ, વક્તૃત્વ સ્પર્ધા, લઘુ-નાટ્ય (SKIT) અને મોડેલમાં ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓ (લોકલ + બહારગામ) માટે IPR દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. અગાઉથી નોંધણી કરેલ માહિતી મુજબ શાળા દીઠ મહત્તમ ૨ શિક્ષકો અને ૮ વિદ્યાર્થીઓ જ માન્ય રહેશે. શાળા તરફથી આવેલ અન્ય શિક્ષકગણ, અભિભાવક કે વિદ્યાર્થીઓ સ્વખર્ચે IPR કેન્ટીન નો ઉપયોગ કરી શકે છે.

  1. IPR કેમ્પસ અને પ્રતિસ્પર્ધીઓને ફાળવવામાં આવેલા આવાસ સ્થળ વચ્ચે પરિવહન માત્ર સવારે અને સાંજે જ પૂરી પાડવામાં આવશે.

  1. સંબંધિત સ્પર્ધાઓ પછી વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે, અને ઇનામ તેમજ પ્રમાણપત્ર વિતરણ  ૮-જાન્યુઆરી-૨૦૧૭ ના રોજ સમાપન સમારોહ દરમિયાન કરવામાં આવશે. ઇનામ વિતરણ સમારોહ દ્વારા ગેરહાજર રહેલ વિદ્યાર્થી કે શાળાએ પ્રમાણપત્ર/ઇનામ પોતાની વ્યવસ્થાએ IPRથી મેળવી લેવા. IPR પ્રમાણપત્ર કે ઇનામ જે તે શાળાને પહોંચતા કરવા માટે બાધ્ય નથી.

  1. મહત્વની અંતિમ તારીખો:

      • પ્રોજેક્ટ/મોડેલ વિગત માટે (માહિતી)        - ૧૦ ડિસેમ્બર
      • કવીઝ માટેની નોંધણી માટે (માહિતી)        - ૧૦ ડિસેમ્બર
      • વક્તૃત્વ સ્પર્ધા માટે નોંધણી  (માહિતી)       - ૧૦ ડિસેમ્બર
      • નિબંધ પહોંચાડવા માટે  (માહિતી)           - ૧૯ ડિસેમ્બર
      • પોસ્ટર પહોંચાડવા માટે  (માહિતી)           - ૧૯ ડિસેમ્બર
      • સ્કીટની નોંધણી માટે  (માહિતી)             - ૧૯ ડિસેમ્બર
      • નિબંધ/પોસ્ટરના પરિણામો                  -૨ જાન્યુઆરી

સંદેશાવ્યવહાર માટે સરનામા:

  • પોસ્ટર અને નિબંધ મોકલવા માટે + અન્ય :

    1. સંયોજક (coordinator) ,
    2. નેશનલ સાયન્સ ડે ૨૦૧૭
    3. ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ,
    4. ભાટ, ઈન્દિરા બ્રિજ નજીક, ગાંધીનગર ૩૮૨ ૪૨૮

  • અન્ય કોઈ પણ પૂછપરછ/માહિતી માટે:
      1. ફોન:            ૦૭૯-૨૩૯૬૨૦૦૦, (૯:૩૦ થી ૧૭:૦૦, સોમવારથી શુક્રવાર)
      2. ઇમેઇલ:         scienceday@ipr.res.in
      3. Mobile:        ૯૮૭૯૫૦૫૧૨૧